10 Mar 2014

ssc 2014 news

માસ કોપી કેસમાં શાળાની માન્યતા રદ કરાશે, ધોરણ-૧૦ અને ૧૨ની પરી ાામાં ગેરરીતિ અટકાવવા આકરા પગલાં લેવાનો નિર્ણય.

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર, ગુજરાત માઘ્યમિક શિ ાણ બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરી ાાનાં આયોજન માટે જિલ્લા શિ ાણ તંત્ર સજજ થઇ ગયું છે. દરેક વર્ષે તંત્રને સૌથી મોટી ચિંતા પરી ાામાં ગેરરીતિ ન થાય તે માટેની હોય છે. પરંતુ આ વખતે આ બાબતે વધુ આકરા પગલા લેવાનો નિર્ણય કરાયો છે. તે પ્રમાણે જો કોઇ શાળામાં માસ કોપીનો કેસ પકડાશે તો તેવી શાળાની માન્યતા તુરંત રદ કરી દેવાશે. આ સંદર્ભે જિલ્લા તંત્રને તે સંબંધની પણ આગોતરી વ્યવસ્થા રાખવા જણાવી દેવાયું છે.

રાજય શિ ાણ બોર્ડનાં સત્તાવાર સુત્રોએ આ સંદર્ભે જણાવ્યુ કે, માસ કોપીના બનાવ શાળા સંચાલકોની મરજી હોય અને સંડોવણી હોય તો જ શકય બને છે. પરંતુ તેઓની આવી ઘરની ધોરાજી કોઇ સંજોગોમાં ચાલવા દેવાશે નહીં. કેમ કે, સામુહિક ગેરરીતિ-ચોરીનાં કિસ્સાઓમાં જ રાજયનાં શિ ાણતંત્ર અને સરકારને વ્યાપક બદનામી મળતી હોય છે. તેથી આ બાબતે સખ્તાઇ વર્તવામાં આવશે.

સામુહિક ગેરરીતિનાં કિસ્સા સંદર્ભે તો શાળાની માન્યતા રદ કરવા સાથે વધુ પગલા ભરવા સુચવાયાનું જણાવાયું છે તે મુજબ કોઇપણ પરી ાા કેન્દ્ર એટલે કે, શાળામાં માસ કોપીનો બનાવ પકડાશે તો શાળાની માન્યતા રદ કરવા ઉપરાંત તે પરી ાા કેન્દ્ર પણ રદ કરી દેવાશે અને અન્ય શાળામાં પરી ાા લેવામાં આવશે. જિલ્લા તંત્રને તે સંબંધની પણ આગોતરી વ્યવસ્થા રાખવા જણાવી દેવાયું છે.

સુત્રોએ જણાવ્યું કે, જે શાળાઓમાં ધોરણ-૧૦ અને ૧૨ના બોર્ડની પરી ાાના કેન્દ્ર આપવામાં આવ્યા છે, તે તમામ શાળાના સંચાલકો અને આચાર્યોને કોપી કેસનો મામલો બનશે તો શાળાની માન્યતા રદ કરી દેવાશે તે બાબતની સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે.

બોર્ડની પરી ાામાં વિધાર્થીઓને હેરાન નહીં કરવા સ્પષ્ટ આદેશ

ગાંધીનગરમાં ચેકીંગ સ્કવોડનાં અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની આગામી પરી ાામાં ચોરી-ગેરરીતિ અટકાવવા તમામ પગલા ભરવામાં આવશે. પરંતુ તેમાં પરી ાાર્થીઓને કોઇપણ પ્રકારે હેરાન નહીં કરવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે. આ સંદર્ભે જિલ્લા શિ ાણ તંત્ર દ્વારા અધિકારીઓને પરી ાાલ ાી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેકીંગ સ્કવોડના અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવી છે.

પરી ાા દરમિયાન દરેક બે બિલ્ડીંગ દીઠ એક ફલાઇંગ સ્કવોડ મોટાભાગે રાખવામાં આવશે. ઉપરાંત દરેક કેન્દ્ર પર એક સ્થાયી ઓબ્ઝર્વર પણ મૂકાશે. તા.૧૩મી બોર્ડની પરી ાાનો પ્રારંભ થાય છે. ત્યારે અધિકારીઓ સત્તાના મદમાં વિધાર્થીઓને હેરાન ન કરે તથા ગેરરીતિ આચરવામાં આવતી હોય તો તેને પકડી શકે તે માટે જિલ્લા પરી ાા સમિતિ દ્વારા તેઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં પરી ાા સંચાલન દરમિયાન સ્કવોડ અને ઓબ્ઝર્વરનો વિધાર્થીઓ માટે હાઉ ઉભો ન થાય તે જોવું ખૂબ જરૂરી છે.

તેમ કહેતા શિ ાણાધિકારીએ ઉમેર્યું કે, ચાલુ પરી ાા દરમિયાન વિધાર્થીઓ ગભરાઇ જાય તે પ્રકારે ચેકીંગ નહીં કરવા કે, વિધાથીર્ઓને ડર લાગે તેવું વર્તન નહીં કરવા અધિકારીઓને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

પરી ાા કેન્દ્રોનો તમામ સ્ટાફ બદલી નંખાશે

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરી ાામાં ગેરરીતિ અટકાવવા માટે પરી ાા કેન્દ્રોનો સ્ટાફ બદલવા માઘ્યમિક શિ ાક બોર્ડ દ્વારા સુચના આપવામાં આવતા જિલ્લા શિ ાણ તંત્રમાં સ્ટાફની ફેરબદલીની કામગીરી કરી દેવાઇ છે. જે શાળાના ૫૦ ટકાથી વધુ વિધાર્થી તે જ શાળામાં હોય તેવા કેન્દ્રોનો સ્ટાફ બદલાવી નાખવામાં આવ્યો છે.

શાળાઓને ગ્રેડ આપવામાં આવ્યા

ગાંધીનગર જિલ્લામાં આ વખતે પણ કોઇ કેન્દ્રને સંવેદનશીલ કે, અતિસંવેદનશીલ જાહેર કરવાનાં બદલે એ, બી અને સી ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે. એ ગ્રેડમાં મુકાયેલી શાળાઓને ચોરી-ગેરરીતિ ન થવા સંદર્ભમાં શ્રેષ્ઠ ગણવામાં આવી છે. જયાં ભૂતકાળમાં કયારેય કોપી કેસ થયા નથી. બી ગ્રેડની શાળાઓ સામાન્ય છે જયાં કોપી કેસ થયા હોય પરંતુ માસ કોપીના બનાવ બન્યા ન હોય જયારે સી ગ્રેડમાં ભૂતકાળમાં સામુહિક ગેરરીતિ માટે પંકાયેલી શાળાઓને મુકવામાં આવી છે.